સમગ્ર ગુજરાત સહિત ગાંધીનગરમાં પણ વિઘ્નહર્તા ગજાનંદ ની સ્થાપના કરવામાં આવે છે. લોકો પોતાના નિવાસસ્થાને વિઘ્નહર્તાની સ્થાપના કરે છે. ત્યારે વાત કરવામાં આવે તો ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનની જ્યાં પોતાની ફરજ પર રહી આસ્થાનો એક ઉદાહરણ સેક્ટર સાત પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવ્યું. સે-7 પોલીસ મથકે વિઘ્નહર્તાની આરતી કરી એક સંદેશ આપવામાં આવ્યો છે. પોલીસ 24 કલાક ફરજ બજાવે છે છતાં અસ્થામાં પોલીસની મોટી આસ્થા છુપાયેલી છે.