રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા આવતીકાલ, સોમવારથી શહેરમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.આજે રવિવારે સા શહેરના યુવા વકીલ દ્વારા અનોખી રીતે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે રાજકોટમાં નાના રસ્તાઓ અને ટ્રાફિકની ગતિ ઓછી હોવાથી હેલ્મેટ ફરજિયાત કરવાની જરૂર નથી. તેમણે આ નિર્ણયને અવ્યવહારુ ગણાવ્યો છે