પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા શનિવારે મોડી સાંજે શહેરના પાંચ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કર્યું હતું.RAF અને CARF સહિત શહેર SOG,ક્રાઈમ બ્રાન્ચ અને પાંચ પોલીસ સ્ટેશનોના કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરી નિરીક્ષણ કર્યું હતું.અલગ અલગ ગણેશ પંડાલો ની પણ તેઓએ મુલાકાત કરી ભગવાન ગણેશની આરતી ઉતારી હતી.આ સાથે લોકો શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરે તેવી અપીલ કરી હતી.નાની મોટી ઘટનાઓ બને તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.