સુરત થી દુબઇ જતી એર ઈન્ડિગો પ્લેનમાં ખામી સર્જાઈ.વિંગ્સમાં ટેકનિકલ ખામી સર્જાતા વિમાનને ડાયવર્ટ કરી અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.ઘટનાને લઈ પ્લેનમાં સવાર મુસાફરીના જીવ તાળવે ચોટી ગયા હતા.પ્લેનમાં ૧૫૦ જેટલા મુસાફરો સવાર હતા.સમગ્ર ઘટના બાદ મુસાફરે વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી.સુરત થી દુબઇ જઈ રહેલા કીમ ચારરસ્તા ના મુસાફર મોઇસ શેખે સમગ્ર ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી.