નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં મન્નત કા રાજા ગણેશજીના દર્શન માટે અને આરતીનો લાભ લેવા માટે બીલીમોરા પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપ ચાવડા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. બાપાના દર્શન કરી આરતી કરીને ધન્યતા અનુભવી હતી. મન્નત કા રાજા ગણેશજી ના દર્શન માટે દૂર દૂરથી જિલ્લાઓમાંથી ભક્તો આવે છે.