છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તાર અને બોડેલી નગર સહિત ગ્રામ્ય વિસ્તાર અને કવાટ તાલુકાના કવાટ નગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો હતો. સતત ધોધમાર વરસાદને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે.