વડોદરા : શહેરમાં હજી પણ આગ લાગવાના બનાવોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.તેવામાં લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી.એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. સદનસીબે કારનો ચાલક ત્વરિત બહાર આવી જતા મોટી જાનહાનિ થતા ટળી હતી.જ્યારે આગના બનાવને પગલે લાલબાગ બ્રિજ ઉપર એક તરફી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.ફાયર બ્રિગેડ ના જવાનોએ સ્થળ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.