ઉમરગામ તાલુકાના સરીગામ અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં માર્ગોના ભારે ધોવાણ બાદ મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. સરીગામ જીઆઇડીસી વિસ્તારમાં વરસાદથી માર્ગોનું ભારે ધોવાણ થતા વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વરસાદે વિરામ લેતાની સાથે જ તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દીધી છે.