સુરતના વરાછા થી ભાગલ ઓટો રીક્ષામાં બેસી આવી રહેલા વેપારીની નજર ચૂકવી રૂપિયા 32 લાખની સોનાની લગડી ચોરી કરી લેવામાં આવી હતી.જે અંગે મહિધરપુરા પોલીસ ચોપડે ગુન્હો નોંધાયો હતો.જે ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી.દરમ્યાન મૂળ હરિયાણા ની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.જે ગેંગને ત્રણ મહિલા સહિત બે પુરૂષ ની ધરપકડ કરવામાં આવી છે.જે ગેંગ બેન્ક અને ફાઈનાન્સ કંપનીમાંથી રોકડ લઈ નીકળતા લોકોને નિશાન બનાવતી હતી.