ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સ સર્વિસ દ્વારા આખા ભારતમાં ૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર સુધી નાણાકીય સાક્ષરતા યોજનાનું જન સુરક્ષા અભિયાન ત્રણ માસ સુધી શરૂ થયેલ છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર તાલુકાના પુનીયાવાંટ અને જેતપુરપાવી તાલુકાના મોટીબેજ ગ્રામ પંચાયત ખાતે સંતૃપ્તિ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.