દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલાનો મામલો: રાજકોટમાંથી એક વ્યક્તિની અટકાયત રાજકોટ: દિલ્હીના મુખ્યમંત્રી પર થયેલા હુમલાના મામલામાં રાજકોટમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસે રાજકોટમાં ધામા નાખીને પાંચ જેટલા લોકોની સઘન પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરીને તેને વધુ તપાસ માટે દિલ્હી લઈ જવામાં આવ્યો છે.