26 ઓગસ્ટના રોજ સાંજે 4:45 કલાકે ખેરાલુના કરશનપુરા ગામે ઘરમાં સાપ ઘુસી જવાનો બનાવ સામે આવતા અફરાતફરી મચી હતી. ખેરાલુથી સાપ પકડનારાને જાણ કરવામાં આવતા તેણે આવીને ઘરથી સાપને રેસ્ક્યૂં કરી પકડી લીધો હતો. ઝેરી કોબ્રા હોવાથી સાવધાની સાથે ગામથી દુર જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુક્યો હતો અને આવા સાપોને ન મારવા તેમજ દુર રહેવાની સલાહ આપી હતી.