થરાદમાં પડેલા ભારે વરસાદના પગલે ભાભર હાઈવે પર આવેલી સરકારી આર્ટસ અને કોમર્સ કોલેજ સામેના રોડ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. આ દરમ્યાન સુઈગામ તરફ જઈ રહેલી ડીસા SDMની ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી.માહિતી મળતાં જ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક ગાડીને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે મૂકી હતી.