નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી સંતોષી માતા ઓવારા નજીકથી આશરે ચારથી પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો છે. ઘટનાની જાણ સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને કરી હતી. ત્યારબાદ ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અત્યારે આ ઘટનાની વિગતવાર તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.