ટંકારા તાલુકાના સજ્જનપર થી ઘુનડા તરફ જતા રસ્તે આવેલ તળાવના કાચા માર્ગે ખારાવાડના નાલા પાસે બાવળના ઝુંડમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડ રૂપિયા ૧,૫૯,૮૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે શખ્સો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.