વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં આદ્યશક્તિની આરાધનાના પાવન અવસરે, આજે નવરાત્રીના આઠમાં નોરતે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો મેળ જોવા મળ્યો. શહેરના ભાઠીયા મેદાન ખાતે આયોજિત ભવ્ય ‘આદ્યશક્તિ ગરબા મહોત્સવ’ દરમિયાન ‘ઓપરેશન સિંદૂર’ થીમ પર ગરબા યોજાયો હતો જેમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવતાં ભાવુક દ્રશ્યો સર્જાયા.