ગોધરા રેન્જ IG આર.વી અસારી ની અધ્યક્ષતામાં આગામી ગણેશ વિસર્જન શોભા યાત્રાને લઈને ગોધરા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, ક્રિકેટના ખેલાડીઓ, અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.