પાટણ શહેરમાં ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. મંગળવારે રાત્રે અને બુધવારે વહેલી સવારથી ભક્તોએ પોતાના ઘરોમાં શ્રીજીની મૂર્તિની સ્થાપના કરી. માટીની મૂર્તિઓની ખરીદી માટે ઓતિયા પરિવારની દુકાનો અને લારીઓ પર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો.ભક્તો અબીલ-ગુલાલની છોળો વચ્ચે રીક્ષા, લારી, ઊંટ લારી, ટ્રેક્ટર અને બાઈક પર વાજતે-ગાજતે મૂર્તિઓને ઘરે લઈ ગયા. મલ્હાર સોસાયટી, ભઠ્ઠીનો માઢ, પનાગરવાડો, નગરલીબડી. કસારવાડો સહિત 200 સોસાયટીમાં ગણેશ સ્થાપના કરી હતી