કલોલ બોરિસણાંમાં એક્સ આર્મી મેને એક યુવક સામે બદુક તાણી દીધી હતી. એક્સ આર્મી મેને અને અન્ય બે મિત્રોએ દારૂ પી ને મંદિર પાસે બેસેલા યુવકો ઉપર બંદૂક તાણી અને મારી નાખવાની ધમકી આપી હતી. યુવક રાત્રે ગભરાઈ જતા ઘરે ગયા બાદ આજે કલોલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ અને કાર્યવાહીની માંગણી કરી છે. પોલીસે અરજી સર્દભે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ શરૂ કરી છે.