ધારીના ક્રાંગસા ગામે રહેતી એક મહિલાએ એસિડ પીતાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે ચતુરભાઈ ભનુભાઈ ડેડાણીયા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, ગંગાબેન સવજીભાઈ ડેડાણીયા (ઉ.વ.૯૦)એ અગમ્ય કારણોસર એસિડ પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.