આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે ઝાલોદ નગરના બિયામાળી શબરી આશ્રમની સામે રીક્ષા અને દાહોદ તરફથી આવતી એસ.ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો.રિક્ષામાં બેસેલ મહિલાને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતી. મહિલાને વધુ ગંભીર ઇજા હોવાથી હાજર ડોક્ટર દ્વારા બીજા હોસ્પિટલમાં લઈ જવા સલાહ આપતા અકસ્માત થયેલ મહિલાને પ્રાઇવેટ હોસ્પીટલમાં લઈ જવામાં આવેલ હતા અને ત્યાં મહિલાની સારવાર કરવામાં આવી રહેલ છે.