પુણા વિસ્તારમાં આવેલ રાજુનગર ખાતે સત્યમ એપાર્ટમેન્ટ માં રહેતા 25 વર્ષીય રાજસ્થાનના વતની રાજેશ મેઘવાડે આપઘાત કર્યો હતો.ભાડે ના મકાનમાં રહેતો રાજેશ અમરોલી સ્થિત અંજની ઇન્ડસ્ટ્રિઝમાં કામ કરતો હતો.છેલ્લા દોઢ વર્ષથી તે સુરતમાં સ્થાયી હતો.જ્યાં બુધવારે અગમ્ય કારણોસર તેણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.તેના આપઘાતનું કારણ હાલ જાણી શકાયું નથી.જ્યાં લાશને પીએમ અર્થે સ્મીમેર ખસેડી વધુ તપાસ પુણા પોલીસે હાથ ધરી છે.