છોટાઉદેપુરના ખુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મહા આરતી અને 56 ભોગનું આયોજન કરાયું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ ઉપસ્થિત રહ્યા હતા.