મોરબીની વાવડી ચોકડીથી નવલખી ફાટક જવાના બ્રિજ વચ્ચે આવતી ઝૂંપડપટ્ટીમાં આજે છોકરી બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો કુટુંબમાં જ અંદરો અંદર બે પક્ષ વચ્ચે થયો હતો. જેમાં મારામારી કરી અને છરી તથા ધારીયાથી હુમલો કરવામાં આવતા રમેશભાઈ ગાભાભાઈ દેવીપૂજક (ઉ.વ.22) નામના યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે તેમના પિતા ગાભાભાઇ જીવાભાઈ દેવીપૂજક ( ઉ.વ.70)ને ઇજા પહોંચી છે. બન્નેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે.