મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના દિશાનિર્દેશોના ભાગરૂપે ડાંગ પ્રભારી સચિવ શ્રી જયપ્રકાશ શિવહરેએ આજરોજ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આહવા તાલુકાના દેવીનામાળ રોડ પર આવેલા પુલની સ્થળ તપાસણી કરી હતી. જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજી તેઓ કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ માર્ગ અને મકાનના અધિકારીઓ સાથે દેવીનામાળ પુલ તેમજ ગાંધી કોલોની ખાતે આરોગ્ય વિભાગના જર્જરિત રહેઠાણ બાબતે સ્થળ ચકાસણી કરી હતી.