શેરડીના પાક અંગે આધુનિક ખેતી પદ્ધતિ થકી ઓછો ખેતી ખર્ચ અને વધુ ઉત્પાદન મળી રહે અને ખેતી પધ્ધતિ થતા ખેતીકાર્યોના માર્ગદર્શન થકી પ્રતિ એકર મહત્તમ ઉત્પાદન મેળવવા માટે રાનકુવા અને અનાવલ ઝોનના ખેડૂતો માટે ખેડૂત શિબિર સંસ્થાના ચેરમેન માનસિંહ પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં જમીન ચકાસણી, શેરડીના પાક માટે જરૂરી જમીન વસ્થાપન, શેરડીની નવી જાતો, શેરડીમાં આવતા રોગો અને જીવાત નિયંત્રણ, નીંદામણ નિયંત્રણ વગેરે વિસ્તુત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.