ભાણવડની ભરબજારે આધેડ સાથે કરી મારપીટ કરનાર યુવાનને કાયદાનું ભાન કરાવતી ભાણવડ પોલીસ ભાણવડની મેઈન બજારમાં આધેડને બાઇક અડી જતાં મામલો ગરમાયો. જે બાદ બાઇક ચાલકે આધેડને માર માર્યો જે બાદ સમગ્ર મામલો ભાણવડ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરી યુવાનને કાયદાનું ભાન કરાવ્યું.