મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર સેક્ટર-24ની આંગણવાડી કેન્દ્ર-2ની આકસ્મિક મુલાકાત લીધી હતી.આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને બાળકો સાથે સંવાદ કર્યો હતો.આંગણવાડીના બાળકોએ બાલગીત અભિનય રજૂ કર્યો. મંત્રીએ બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણના સ્તરની માહિતી મેળવી. તેમણે પોષણવાટીકાની મુલાકાત લીધી અને બાળકો સાથે તેના વિશે ચર્ચા કરી. આંગણવાડી કાર્યકરે જણાવ્યું કે પોષણવાટીકામાં ઉગાડવામાં આવતા શાકભાજીનો ઉપયોગ ભોજનમાં થાય છે