ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.ભિલોડા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની વરસાદ વરસતા ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. લાંબા વિરામ બાદ આવેલા આ વરસાદથી સુકાતા ખેતીપાકને જીવતદાન મળ્યું છે.વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.સાથે જ અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જો કે,ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે.