નવસારી શહેરથી હાઇવે તરફ જતા સિસોદ્રા ગામમાં આવેલા પૌરાણિક અને ચમત્કાર કરી મુગલ શાસકને હિન્દુ સંસ્કૃતિની ઝાંખી કરનાર વડમાં વસેલા શ્રી ગણેશ હજી પણ હાજરાહજૂર સ્વરૂપે બિરાજમાન હોવાનું મનાય છે. અહીં દૂર દૂરથી આવતા ભક્તો પોતાની બાધા માની તે પૂર્ણ થતાં બાપાના અચૂક દર્શન કરે છે, ગણેશ ઉત્સવમાં ગણેશ વડમાં ભક્તોની સંખ્યામાં વધારો નોંધાય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશ વર્ષના દર્શન કરશે.