માણાવદર તાલુકાના કોયલાણા ઘેડની માધ્યમિક શાળામાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિનની વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ પ્રવૃતિઓ કરી શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ખૂબજ સારી તૈયારી કરી પોતાના વિષયને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાના શિક્ષકો દિનેશભાઈ સાપરા, દુષ્યંતભાઈ રાયજાદા, હિનાબેન સોનારાએ શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમને આચાર્ય દિલસુખ રાઠોડે બિરદાવ્યો.