ગાંધીનગરની અડાલજ નર્મદા કેનાલમાંથી નાના ચિલોડા વિસ્તારના આધેડ પટેલ દંપતીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસની તપાસમાં પટેલ દંપતીનો આશરે 25 વર્ષીય પુત્ર પાર્થ પણ સોમવાર (8 સપ્ટેમ્બર)થી ગુમ છે. જેની ગાડી કલોલના નંદાસણ રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી છે.પુત્ર પાર્થ સવારે ગુમ થયા પછી દંપતી (કમલેશભાઈ અને પત્ની રીટાબેન) પણ સોમવાર (8 સપ્ટેમ્બર) સાંજથી ગુમ હતાં. એક સાથે ઘરના ત્રણ સભ્યો શંકાસ્પદ રીતે ગુમ થતા ફરિયાદ