મહેસાણા જિલ્લાના ગિલોસણ ગામના મહિલા સરપંચ અફરોજબાનુ અંગે ઉંમર ગોટાળો બહાર આવતા તંત્ર ચકચારમાં આવ્યું છે. શરૂઆતમાં 21 વર્ષની ઉંમર દર્શાવીને ચૂંટણી જીતનાર મહિલા સરપંચની હકીકતમાં ઉંમર 19 વર્ષ નીકળતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે.મહેસાણા જિલ્લા તંત્ર તરફથી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી દરમિયાન 21 વર્ષનો જન્મનો દાખલો રજૂ કરવામાં આવ્યો હતો. તપાસમાં તે દાખલો માન્ય ઠરતા અફરોજબાનુ સરપંચ પદે યથાવત રહ્યા હતા. પરંતુ હવે ફરી તપાસ દરમ્યાન ખુલ્યું છે