ગત મોડી રાત્રીના ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ધોળા જંકશનની મુખ્ય બજારમાં આવેલી એક ફ્રુટની દુકાન અને લાતીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેના કારણે લાખોનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પરંતુ ફાયર બ્રિગેડ મોડી પહોંચતા આગ વધુ ફેલાઈ હતી.