નસવાડી તાલુકાના ડાભેણ ગામે પણ આંગણવાડી જર્જરિત બનતા બાળકોને કાચા ઝુંપડામાં બેસાડી અભ્યાસ કરવવામાં આવે છે. આંગણવાડીમાં 38 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે. અને અભ્યાસમાં બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોને બેસવામાં પંખાની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અને કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલતી હોય ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. ત્યારે વહેલી તકે આંગણવાડી મંજૂર થાય તેવી માંગ ઉઠી છે.