નવસારી વિરાવળ નજીક આવેલ સરકારી ગાંધી વિદ્યાલયમાં આજે એક યુવકે આપઘાત કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વિરાવળના હળપતિ વાસમાં રહેતા પ્રતીક હળપતિએ શાળાની ઈમારતમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ બનાવ બાદ શાળા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.