આજરોજ વિરાવળ, નવસારી ખાતે આવેલ ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના EVM/VVPAT સંગ્રહ માટેના વેરહાઉસની ત્રિમાસિક આંતરિક ચકાસણી કલેકટરશ્રી દ્વારા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન વેરહાઉસની સુયોગ્ય જાળવણી માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા.