ભાવનગરની એક શાળામાં 15 મી ઓગસ્ટના રોજ વિધાર્થીઓએ રજૂ કરેલા ઓપરેશન સિંદૂરની કૃતિમાં બે વિધાર્થીઓને આંતકવાદીનું પાત્ર ભજવવા માટે બુરખો પહેરાવવાના મુદ્દે સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ ફેલાયો છે.આ મામલે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ શાળા અને શિક્ષકો સામે ગુનો દાખલ કરવાની માગ કરવામાં આવી હતી.