સુરતના ઉધનામાં એક ફેક્ટરી માલિક પાસેથી રૂપિયા ૫,૧૦૦ની ખંડણી ઉઘરાવવા બદલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ પોતાને પત્રકાર તરીકે ઓળખ આપીને ધમકી આપી હતી.આ ઘટના ૨૭ ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે સુરજ સિંહ વિરેન્દ્ર રાજપૂત અને મનોજ કુમાર રવિશંકર શર્મા નામના બે વ્યક્તિઓ ઉધનાની એક ફેક્ટરી પર ગયા. ફેક્ટરી માલિકના જણાવ્યા મુજબ, ત્યાં એક મહિલા કામદાર પોતાનાં બાળકોને લઈને આવી હતી. આ તકનો ફાયદો ઉઠાવી, આરોપીઓએ બાળમજૂરીના નામે ફેક્ટરીનો વીડિયો ઉતારી લીધો