31 ઓગસ્ટના રોજ સુરત પોલીસ સહિત જિલ્લા વહીવટી તંત્ર નેશનલ સ્પોર્ટ્સ તરીકેની ઉજવણી કરવા જઈ રહી છે.જે અંતર્ગત ઝોન વન વિસ્તારમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.શનિવારે વિવિધ પોલીસ સ્ટેશનોની ટીમે ભાગ લીધો હતો.જે વિજેતા ટીમને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રૂબરૂ મુલાકાત લઈ પ્રોત્સાહિત કર્યા હતા.વિજેતા ખેલાડીઓને સુરત પોલીસ તરફથી સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.