છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કોસીન્દ્રા ગામ પાસેથી પસાર થતી હેરણ નદી બે કાંઠે જોવા મળી છે.છોટાઉદેપુર જિલ્લાના 400 ગામોને અડીને હેરણ નદી પસાર થાય છે. નદી બે કાંઠે થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. હેરણ નદી સિંચાઈ માટે અને પીવાના પાણી માટે ઘણી ઉપયોગી છે. રામીડેમ છલોછલ ભરાતાં હેરણ નદીમાં જળસ્તર વધવાની શક્યતાઓ છે.