કોર્ટ સંકુલ માંથી હત્યાનો આરોપી ફરાર થઈ જતા ચકચાર મચીજવા પામી છે.ચકચારી દીપેન પટેલ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર હાર્દિક પ્રજાપતિ જાપ્તા માંથી ફરાર થઈ ગયો છે.પ્રેમિકા ને પામવા હાર્દિકે પોતાના ખાસ મિત્ર દીપેન ની હત્યા કરી નાખી હતી જેના કારણે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. આજે કોર્ટ માં મુદત હોવાથી આરોપી ને કોર્ટ માં હાજર કરવામાં આવ્યો હતો.ત્યારે પોલીસ ને ચકમો આપી હત્યારો હાર્દિક પ્રજાપતિ રફૂચક્કર થઈ ગયો હતો.