વડોદરા : ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોર્ટમાંથી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયેલા હત્યાના આરોપી હાર્દિકને સુરતથી ઝડપી પાડ્યો હતો.જેને વડોદરા પરત લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પોલીસે ઉઠક બેઠક કરાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.લોકો પાસેથી લિફ્ટ લઈને તે દુમાડ પહોંચ્યો હતો.અને ત્યાંથી તે સુરત પોતાની બહેનને ત્યાં જવા નીકળ્યો હતો.જોકે ઘરે પહોંચે તે પહેલાજ ક્રાઈમ બ્રાન્ચે તેને સુરતથી દબોચી લીધો હતો.