બેચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગતરાત્રે પુત્રની સારવારથી અસંતુષ્ટ પિતાએ હંગામો સર્જ્યો બેભાન હાલતમાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીના પિતાએ સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું શરૂઆતમાં ગાળાગાળી કર્યા બાદ તેમણે ફરજ પર હાજર નર્સને લાફો મારી દીધો હતો અને અન્ય સ્ટાફ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા.