આજે તારીખ 06/09/2025 શનિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં સપ્તાહજી કથાના 6 દિવસ પૂર્ણ થયા. જેમાં આજે દેવ નારાયણ મંદિર મુકામે 56 ભોગનું કરાયું આયોજન.લીમડી નગરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે રણછોડરાય મંદિર તથા ઝાલોદ રોડ સ્થિત દેવ નારાયણ મંદિર મુકામે સપ્તાહજી કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહજી કથાનો પ્રારંભ ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યો હતો.