શહેરના કુબલીયાપરામાં વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે દરોડો પાડવા પહોંચતા બુટલેગરે દિવાલમાં માથા ભટકાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બાદમાં ‘પોલીસની સાથે આવેલા પંચોને પૂરા કરી નાખો’ના હાકલા પડકારા કરતા બુટલેગરની સાથેના શખ્સોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી હતી. માથાકૂટના પગલે અન્ય પોલીસની ગાડીઓ પણ બોલાવી લેવામાં આવી હતી.