દાહોદની ડોકી સબજેલમાં એક 21 વર્ષીય કેદીએ આત્મહત્યા કરતા ખળભળાટ મચ્યો હતો. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઉપડી ગામના રહેવાસી રાજેશ પારગી નામના આ યુવાને જેલના યાર્ડમાં વેન્ટિલેશનની બારી પર નાડાથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી મુજબ, માર્ચ 2024માં કિશોરીના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં તેનો આરોપ નોંધાયો હતો.14 ઓગસ્ટે કોર્ટના આદેશથી તેને કાચા કામના કેદી તરીકે દાહોદ સબજેલમાં મોકલાયો હતો.જેલવાસ દરમિયાન રાજેશની માતા બે વાર મળવા આવી હતી,