સચિવાલય ખાતેથી મંત્રી ઋષિકેશ પટેલે કાપડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રો પર વાત કરી.સુરતમાં કાપડ ઉદ્યોગોને રાહત ન મળવાના પ્રશ્ન પર, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે GST કાઉન્સિલ તમામ દરખાસ્તો પર વિચાર કરશે. તેમણે કહ્યું કે જ્યારે પણ સુધારા કરવામાં આવે છે, ત્યારે તમામ પાસાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. પટેલે GST માટે વડા પ્રધાન મોદી અને NDA સરકારને અભિનંદન આપ્યા અને કોંગ્રેસ પર રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો.