LCB ટીમને બાતમી મળી હતી કે GJ 09 BG 9296 નંબરની કાર વિદેશી દારૂ ભરી વિજાપુરથી ગાંધીનગર જનાર છે. જે બાતમીના પગલે lcb ટીમે ઇશ્વરપુરા પાટિયા પાસે વોચ ગોઠવી હતી. ઉપરોક્ત નંબરવાળી કાર આવતા રોકવાનો ઈશારો કરતા ચાલકે કાર ભગાવી હતી. જે બાદ LCB ટીમે કારનો પીછો કરી પ્રતાપનગર પાસેથી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો.