માળિયા (મિયાણા) તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ એટલે કે માળિયા (મિયાણા) રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડતી હોવાની રજૂઆત સામે આવી છે. જેમાં દર્દીઓએ જણાવ્યું છે કે, તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ હોય દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અહીં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને લાંબો સમય સુધી લાઈનમાં બેસીને વારો આવે તેની રાહ જોવી પડી રહી છે. હાલ એક જ ડોક્ટર હોય ઓપીડીમાં દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે.